૭૪માં પ્રજાસત્તાક દિનની ઉજવણી
27 Jan 2023, TRUSHIKA CHAUDHARI
આદર્શ કેળવણી મંડળ, કોસંબા સંચાલિત, એમ.એમ.કરોળિયા.પ્રા. શાળા, વી.એસ. પટેલ હાઈસ્કુલ અને સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, એમ સંયુક્ત રીતે સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, તરસાડીના પ્રાંગણમાં રાષ્ટ્રીય પર્વ એવા “૭૪માં પ્રજાસત્તાક દિવસ”ની ઉજવણી કરવામાં આવી. આ પર્વ નિમિતે મંડળના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, માનદમંત્રીશ્રી તથા વ્યવસ્થાપક કમિટીના સભ્યશ્રીઓ શાળા, કોલેજના આચાર્યશ્રી, સ્ટાફગણ, વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન કરવા માટે NCC ના વિદ્યાર્થીઓએ પરેડ સાથે આદર્શ કેળવણી મંડળ કોસંબાના સહમંત્રીશ્રી જયદીપભાઈ એન. નાયક ના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને સલામી આપી તથા આ ૭૪માં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે એમનું વક્તવ્ય રજુ કર્યું અને વીર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.